જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે સ્ટાફ દ્વારા પોતાના એક દિવસના પગાર રૂપે રૂપિયા 29 લાખથી વધુ રકમ અર્પણ કરવામાં આવી ! ચૂનંદા પ્રાધ્યાપકો માટે એક્સેલેન્સ એવોર્ડ્સ અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ડીજી એચિવમેન્ટ એવોર્ડ્સ અર્પણ થયા તો બે એમ.ઓ.યુ. પણ થયા સાઇન ! ગણપત યુનિવર્સિટીના આંગણે ગઈ તારીખ 11ના રોજ તેનો 21મો સ્થાપના દિવસ ભારે રંગેચંગે અને ઉત્સાહપૂર્વક રીતે ઉજવાયો હતો. બરાબર 20 વર્ષ પહેલાંના 2005ના વર્ષની 12મી એપ્રિલે ગુજરાત વિધાનસભામાં ગણપત યુનિવર્સિટી માટેનો ખાસ ખરડો પસાર થયો અને ગુજરાત સરકાર દ્વારા આ સંસ્થાને યુનિવર્સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો, ત્યારબાદ કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થા ” યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ” એટલે કે ” યુ.જી.સી “દ્વારા પણ તેના અધિનિયમ એફ-2 હેઠળ માન્યતા પ્રાપ્ત થઈ જે કોઈપણ યુનિવર્સિટી માટે એક કાનૂની જરૂરિયાત હોય છે. તે દિવસથી પ્રારંભી આજ સુધીમાં ગણપત યુનિવર્સિટીએ તેના ” વિદ્યા દ્વારા સમાજના ઉત્કર્ષ “ના હેતુ મુજબ એક પછી એક સિદ્ધિ પ્રાપ્ત કરતા જઈ આજે ” નાક “નું ” એ “ગ્રેડનું એક્રેડિટેશન તેમજ ગુજરાત સરકારના ” ફાઇવસ્ટાર ” રેન્કિંગ સહિત અનેક માન અકરામ પામીને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરી છે. માત્ર મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ અને ચાર પાંચ કોલેજો સાથે પ્રારંભ પામેલી આ સંસ્થા આજે 20થી વધારે કોલેજો અને વીસેક હજાર જેટલાં વિદ્યાર્થીઓ માટે તેની વિવિધ વિદ્યાશાખાઓ દ્વારા 100 થી પણ વધારે અભ્યાસક્રમો ભણાવે છે.આજે ગણપત યુનિવર્સિટીમાંથી પોતાની કારકિર્દી અને વ્યક્તિત્વનું સક્ષમ ઘડતર કરી લાખો વિદ્યાર્થીઓ દુનિયાભરમાં પોતાના મૂલ્યવાન પ્રદાન દ્વારા માનવ જાતના વિકાસનું લાખેણું કાર્ય કરી રહ્યા છે.યુનિવર્સિટીનું હરિયાળું પરિસર ચાલીસ હજારથી વધુ વૃક્ષોથી આચ્છાદિત છે તો અનેક ” સેન્ટર ઓફ એકસેલેન્સ ” દ્વારા વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીનો પણ અભ્યાસ કરી રહ્યા છે. કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓને સમાવતી હોસ્ટેલો છે તો પોતાની હોસ્પિટલ, વ્યાયામ માટે આધુનિક જીમ ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વીમિંગ પુલ, મહેસાણા જિલ્લાનું કૃષી વિજ્ઞાન કેન્દ્ર, રમતના મેદાનો, શોપિંગ સેન્ટર, અમદાવાદ, ગાંધીનગર અને સમગ્ર ઉત્તર ગુજરાતને સાંકળતી બસ સેવાઓ , બે બેંક અને એક પોસ્ટ ઓફિસ જેવી તમામ સુવિધાઓ પણ ધરાવે છે. બારમી તારીખે રવિવારની રજા હોય એક દિવસ વહેલા ઉજવાયેલા તેના સ્થાપના દિવસે ત્રણ અવસરોનું યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું . પ્રારંભે રાણી લક્ષ્મીબાઈ વિશેના માઇમ, લોક-રાસ અને શાસ્ત્રીય નૃત્યના સ્વરૂપમાં ગણેશ વંદનાની પ્રસ્તુતિ પછી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . આ પાવન અને પ્રેરક દિવસે ગણપત યુનિવર્સિટી સ્ટાફ પરિવાર દ્વારા પોતાના એક દિવસના પગારની રૂપિયા 29,06,468 જેવી રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે અર્પણ કરવામાં આવી તો આ રકમમાં યુનિવર્સિટી પ્રેસિડેન્ટ શ્રી ગણપતભાઈ પટેલ- દાદા તરફથી પણ આટલી જ રકમ ઉમેરવામાં આવશે એટલે સરવાળે 58 લાખ કરતાં વધારે રકમ વિદ્યાર્થીઓના લાભાર્થે વપરાશે. આજના અવસરે દર વર્ષની જેમ ચુનંદા પ્રાધ્યાપકોને એમની શ્રેષ્ઠ કાર્યદક્ષતા માટે “પ્રેસિડેન્ટ એવોર્ડ “થી નવાજવામાં આવ્યા તો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ એમની સિદ્ધિઓ માટે ” ડાયરેક્ટર જનરલ એવોર્ડ ” થી નવાજવામાં આવ્યા હતા. એન્જિનિયરિંગના એમ.ટેક.ના વિદ્યાર્થીઓના અભ્યાસ-સંશોધનમાં ઉપયોગી બને એવા સહયોગ માટેHCL-GUVI Geek Network Pvt Ltd કંપની સાથે એક MOU પણ સાઇન કરવામાં આવ્યું હતું. આ સહકારનો હેતુ કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવું, ઉદ્યોગ અને શિક્ષણના જોડાણોને વિસ્તૃત કરવા અને વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી સાથે સુસંગત એવી અદ્યતન શૈક્ષણિક તકો પૂરી પાડવાનો છે. બીજું MOU ગણપત યુનિવર્સિટી અને ક્યુ-પ્લેયરવોયન્સ કંપની વચ્ચે સાઇન થયું હતું જેનો ઉદ્દેશ પણ ઇનોવેશન, ગુણવત્તાયુક્ત અભ્યાસ-સંશોધન અને ઉભરતી જતી નવી ટેકનોલોજી સહિતનો સેતુ ઉદ્યોગો સાથે રચવાનો છે. Post navigation ગાંધીનગર ખાતે ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026’નું ઉદ્ઘાટન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગરમાં GATE 2026 સમિટનો ભવ્ય પ્રારંભ