ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ગાંધીનગર ખાતે ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026’નું ઉદ્ઘાટન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘જય વિશ્વકર્મા’ના નાદ સાથે ભવ્ય આયોજન માટે યુવા ટીમના પ્રયત્નોને આનંદની લાગણી સાથે બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વકર્મા સમાજની કાર્યકુશળતા અને બુદ્ધિક્ષમતા વિશ્વવિખ્યાત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને ટાંકતા તેમણે જણાવ્યું કે, ૧૭ સપ્ટેમ્બરે આદરણીય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે અને તે જ દિવસે દેશભરમાં વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. હાવરા બ્રિજના ખાતમૂહૂર્તથી શરૂ થયેલી આ પરંપરા આજે શ્રમ અને કૌશલ્યના સન્માનનું પ્રતીક બની છે. વિશ્વકર્મા સમાજ પાસે અખૂટ ક્ષમતા સાથે એન્જિનિયરોનું ખૂબ મોટું જૂથ છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર મિશન જેવું અશક્ય સ્વપ્ન હકીકત બની રહ્યું છે. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિવિધ ઇન્ડસ્ટ્રી માટે ૧૯ પ્રકારની પોલિસી અમલમાં છે.

તેઓએ કહ્યું કે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સંશોધન અને રિસર્ચ સેન્ટરો માટે સરકાર હરહંમેશ તત્પર છે. તેમણે પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજીનું સંવર્ધન કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે આગ્રહ કર્યો કે એક્સપોના માધ્યમથી જૂની ટેક્નોલોજીની ડિક્શનરી બને જેથી આધુનિક યુગમાં પણ તે ઉપયોગી થઈ શકે. અર્થતંત્રના બદલાતા પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારે માત્ર એગ્રીકલ્ચર અને એન્જિનિયરિંગ જેવી બે ઇકોનોમી હતી, પરંતુ આજે ઇન્ડસ્ટ્રીયલ, રૂરલ, મેડિકલ, ડિજિટલ, ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ, બ્લુ, ગ્રીન અને ઓરેન્જ જેવી અનેક ઇકોનોમી વિકસિત થઈ છે. અંતમાં, તેમણે આ એક્સપોમાં સહભાગી થયેલા તમામ પ્રદર્શકો અને મુલાકાતીઓને મુક્તપણે વિચારોનું આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં આ મંચને હજુ વધુ વિશાળ ફલક પર લઈ જઈ શકાય.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષકુમાર દવે, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગ સાહસિકો અને યુવાનોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

પરંપરાગત કૌશલ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વકર્મા સમાજની કાર્યકુશળતા અને બુદ્ધિક્ષમતા વિશ્વવિખ્યાત છે

– શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર મિશન જેવું અશક્ય સ્વપ્ન હકીકત બની રહ્યું છે

– શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

પરંપરાગત સ્કીલ અને ટેક્નોલોજીનું સંવર્ધન કરવા પર ભાર મૂકવા આગ્રહ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિવિધ ઇન્ડસ્ટ્રી માટે ૧૯ પ્રકારની પોલિસી અમલમાં છે

– શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ગાંધીનગર ખાતે ‘શ્રી વિશ્વકર્મા બિઝનેસ એક્સપો 2026’નું ઉદ્ઘાટન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ‘જય વિશ્વકર્મા’ના નાદ સાથે ભવ્ય આયોજન માટે યુવા ટીમના પ્રયત્નોને આનંદની લાગણી સાથે બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વકર્મા સમાજની કાર્યકુશળતા અને બુદ્ધિક્ષમતા વિશ્વવિખ્યાત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને ટાંકતા તેમણે જણાવ્યું કે, ૧૭ સપ્ટેમ્બરે આદરણીય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે અને તે જ દિવસે દેશભરમાં વિશ્વકર્મા પૂજા કરવામાં આવે છે. હાવરા બ્રિજના ખાતમૂહૂર્તથી શરૂ થયેલી આ પરંપરા આજે શ્રમ અને કૌશલ્યના સન્માનનું પ્રતીક બની છે. વિશ્વકર્મા સમાજ પાસે અખૂટ ક્ષમતા સાથે એન્જિનિયરોનું ખૂબ મોટું જૂથ છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર મિશન જેવું અશક્ય સ્વપ્ન હકીકત બની રહ્યું છે. દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં વિવિધ ઇન્ડસ્ટ્રી માટે ૧૯ પ્રકારની પોલિસી અમલમાં છે.

તેઓએ કહ્યું કે, એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સંશોધન અને રિસર્ચ સેન્ટરો માટે સરકાર હરહંમેશ તત્પર છે. તેમણે પરંપરાગત કૌશલ્ય અને ટેક્નોલોજીનું સંવર્ધન કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું. તેમણે આગ્રહ કર્યો કે એક્સપોના માધ્યમથી જૂની ટેક્નોલોજીની ડિક્શનરી બને જેથી આધુનિક યુગમાં પણ તે ઉપયોગી થઈ શકે. અર્થતંત્રના બદલાતા પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું કે દેશ આઝાદ થયો ત્યારે માત્ર એગ્રીકલ્ચર અને એન્જિનિયરિંગ જેવી બે ઇકોનોમી હતી, પરંતુ આજે ઇન્ડસ્ટ્રીયલ, રૂરલ, મેડિકલ, ડિજિટલ, ટુરિઝમ, સ્પિરિચ્યુઅલ, બ્લુ, ગ્રીન અને ઓરેન્જ જેવી અનેક ઇકોનોમી વિકસિત થઈ છે. અંતમાં, તેમણે આ એક્સપોમાં સહભાગી થયેલા તમામ પ્રદર્શકો અને મુલાકાતીઓને મુક્તપણે વિચારોનું આદાનપ્રદાન કરવા અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં આ મંચને હજુ વધુ વિશાળ ફલક પર લઈ જઈ શકાય.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. આશિષકુમાર દવે, સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગ સાહસિકો અને યુવાનોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *