ડૉ. અમીબેન ઉપાધ્યાયના હસ્તે વિમોચન, પ્રેરણાદાયી કથા

ગુજરાત સરકારના ક્લાસ-1 અધિકારી અને નવોદિત લેખિકા પિનલ સોજિત્રાની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન અમદાવાદ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમીબેન ઉપાધ્યાયના હસ્તે યોજાયું હતું. આ પ્રસંગે અનેક સાહિત્યપ્રેમીઓ અને વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિમોચન સમારંભ નવજીવન ટ્રસ્ટના જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં યોજાયો હતો. ડૉ. અમીબેન ઉપાધ્યાયે નવલકથાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ‘‘આ નવલકથા સમાજમાં વ્યાપ્ત પુત્રપ્રાધાન્યની માનસિકતા વચ્ચે એક દીકરીના સંઘર્ષ અને તેની સફળતાની પ્રેરણાદાયી ગાથા રજૂ કરે છે.’’

આ અવસરે જાણીતા કવયિત્રી અને વિવેચક ઉષાબેન ઉપાધ્યાયે ‘પરમસિદ્ધા’માં લેખિકાએ કરેલા ભાષાકર્મ વિશે વિગતે વાત કરી હતી. તેમણે કૃતિની ભાષાની વિશિષ્ટતાઓ અને લેખનશૈલીને વિશ્લેષિત કરી હતી. ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે જણાવ્યું હતું કે, પિનલ સોજિત્રાએ કેવી રીતે એક ક્ષણને બીજી ક્ષણ સાથે પરોવીને ઉત્તમ નવલકથાનું સર્જન કર્યું છે, તે નોંધપાત્ર છે.

એનઆઈએમસીજેના ડાયરેક્ટર ડૉ. શિરીષ કાશિકર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી પ્રદીપસિંહ રાઠોડે વિશ્વસાહિત્યના વિવિધ સંદર્ભો સાથે ‘પરમસિદ્ધા’નો અનુબંધ રજૂ કર્યો હતો. તેમણે આ કૃતિનું વાંચન શા માટે અનિવાર્ય છે, તે અંગે રસપ્રદ મંતવ્યો આપ્યા હતા.

લેખિકા પિનલ સોજિત્રાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘‘‘પરમસિદ્ધા’ એ એક સામાન્ય બાળકીની અસાધારણ સ્ત્રી બનવાની જીવનયાત્રા છે; જે અસ્વીકારથી સ્વીકાર, પરનિર્ભરતાથી આત્મનિર્ભરતા અને ભગ્નાવસ્થાથી પુનઃનિર્માણ સુધીની કથા આલેખે છે.’’

પિનલ સોજિત્રાએ વધુમાં જણાવ્યું કે, કૃતિની નાયિકા રિશિતા એકવીસમી સદીના ત્રીજા દાયકાની ‘જેન-ઝેડ’ પેઢીનું સચોટ પ્રતિનિધિત્વ કરે છે.

આ વિમોચન પ્રસંગે વિવિધ સાહિત્યપ્રેમીઓએ નવલકથાના વિષય, ભાષા અને સમકાલીનતા અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.

આવી કૃતિઓ દ્વારા સમાજમાં વ્યાપ્ત માનસિકતાઓ સામે નવી દૃષ્ટિ અને પ્રેરણા મળે છે, એવો સહભાગીઓનો પ્રતિભાવ રહ્યો હતો.

વિમોચન સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *