ગાંધીનગર : ગાંધીનગરથી પ્રકાશિત થતું દૈનિક કિસાન રાજ પોતાના 20માં વર્ષમાં ચૂક્યું છે, જેના અનુસંધાને ગાંધીનગર ખાતે કિસાન રાજ પરિવારનાં તમામ સહયોગીઓનો સન્માન સમારોહ અને અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ગરિમામયી ઉપસ્થિતમાં આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજી (મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્ય) તથા પ્રેરક ઉપસ્થિતમાં કિસાન રાજ દૈનિકના સ્થાપક તંત્રી શ્રી હસમુખરાય કે. ઠાકર હાજર રહી કિસાન રાજ પરિવારના તમામ સહયોગીઓનો સન્માન અને અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કિસાન રાજ દૈનિક દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સ્મારીકા પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત નું માનનીય રાજ્યપાલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. માનનીય રાજ્યપાલ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પ્રકૃતિ ખેતી વિશેની ખૂબ જ મહત્વની જાણકારી આપી અને ખેડૂતે પ્રકૃતિ ની તમામ સુવિધાઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તેનો સંકલ્પ લેવડાવ્યો. “કિસાન રાજ” દૈનિકનાં 20 વર્ષ પૂર્ણ થતા યોજવામાં આવતા આ સન્માન સમારોહ અને અભિવાદન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભારતીય રક્ષા મંચના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી મહાવીરજી, સુરેન્દ્રનગર લોકસભાનાં સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ શિહોરા, ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી શ્રીમતી મીરાબેન પટેલ, ગઢડા વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયા, બાપુનગર વિધાનસભાના મા. ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, નરોડા વિધાનસભાના મા. ધારાસભ્યશ્રી સુશ્રી પાયલ કુકરાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભારત રક્ષા મંચના શ્રી પ્રવીણભાઈ મારુ આ પ્રસંગે હાજર રહ્યાં હતા. Post navigation પિનલ સોજિત્રાની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન ગાંધીનગરના અગ્રણી પત્રકાર ભરતસિંહ રાઠોડ દ્વારા “કેપીટલ કોર્પોરેશન ન્યુઝ” સાપ્તાહિકનો પ્રારંભમિડીયા જગતમાં શુભેચ્છાઓનો વરસ્યો વરસાદ