ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાન અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું, માત્ર ચૂંટણી માટે જ કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ નથી, સતત પ્રજાની વચ્ચે રહેવું અને તેમની સમસ્યાઓ દૂર કરવી તે ભાજપાના કાર્યકર્તાની ઓળખ છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ચૂંટણી પત્યા પછી વિપક્ષના ઉમેદવારો ક્યારેય જનતાની વચ્ચે આવતા નથી, જ્યારે ભાજપાનો કાર્યકર કોવિડ જેવી કપરી સ્થિતિમાં પણ જનસેવા માટે મેદાને હતો.

શ્રી પટેલે વિકાસની રાજનીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી બન્યા પછી રાજનીતિમાં ચૂંટણીઓ વિકાસના મુદ્દે લડવાની શરૂઆત થઈ છે. આજે ટેકનોલોજીના યુગમાં જનતા સામે કામનો હિસાબ આપવો અનિવાર્ય બન્યો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં વિકાસન કેડી કંડારી છે. ભૂતકાળની પાણી, વીજળી અને રસ્તા જેવી પાયાની હાડમારીઓને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી મોદીજીએ હંમેશા મોટા લક્ષ્યાંક રાખીને ગુજરાતને ૨૪ કલાક વીજળી અને ઘરે-ઘરે નર્મદાના પાણી પહોંચાડવાનું અઘરા કામ કરી બતાવ્યું છે, જેના કારણે આજે જનતાનો વિશ્વાસ મોદીજી પર અવિરત વધી રહ્યો છે.

ખેડૂતો અને જમીન ધારકો માટેના મહત્વના નિર્ણયોની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે જમીનોમાં નવી શરતમાંથી જૂની શરતમાં ફેરફાર કરી સીધા ૭/૧૨ના ઉતારામાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જળ સંચયની દિશામાં સરકારે ભવિષ્યની પેઢીની ચિંતા કરી ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ દરેક ધારાસભ્યને રૂ. ૫૦-૫૦ લાખ ફાળવ્યા છે, જેથી તળાવોની ક્ષમતા વધારી જમીનમાં પાણી ઉતારી શકાય. તેમણે પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવા અને ગ્રીન કવર વધારવા નાગરિકોને અપીલ કરી હતી.

રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વાત કરતા શ્રી પટેલે ગૌરવભેર જણાવ્યું કે, આખા દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય જો કોઈ હોય તો તે આપણું ગુજરાત છે. વિસ્તાર માટે રૂ. ૧૬૦૦ કરોડના ખર્ચે મંજૂર થયેલા કોરિડોરનો ઉલ્લેખ કરી તેમણે વિકાસની રફ્તાર અટકશે નહીં તેવી ખાતરી આપી હતી. અંતમાં, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના મંત્રને દોહરાવી તેમણે ૨૬ તારીખે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યસરકારના મંત્રીશ્રી પી.સી.બરંડા, જિલ્લા પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર, જિલ્લા પ્રભારીશ્રી ડો.સંજયભાઇ દેસાઇ, ભાજપા ઉમેદવારો, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.માં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જે શાસન વ્યવસ્થામાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધુ મજબૂત બનાવશે અને નિર્ણય પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *