ગુજરાતમાં નવીનતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વારસા પર ભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014થી દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને 26 મે, 2026ના રોજ તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાતે વિકાસ અને નવીનતાનો અનોખો મોડેલ ઉભો કર્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારતે વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણના નવા અધ્યાય લખ્યા છે. “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ”ના મંત્રને અનુસરતાં દેશ “વિકસિત ભારત @2047”ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ગત 12 વર્ષમાં વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, નવીનતા, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન, વૈશ્વિક રોકાણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ગુજરાતના 6 શહેરો સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસિત થયા છે. વડાપ્રધાનશ્રીએ માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, જેના કારણે ગુજરાતના કરોડો લોકોને પાણીની સુવિધા મળી છે. ગુજરાતને બુલેટ ટ્રેન, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (જામનગર), રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ, રાજકોટ AIIMS, નવસારી પીએમ મિત્ર પાર્ક, ભરૂચ બલ્ક ડ્રગ પાર્ક, ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એકમ, વડોદરા ટાટા C-295 એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ, ભાવનગર સીએનજી ટર્મિનલ પોર્ટ, દ્વારકા-બેટ દ્વારકા સુદર્શન સેતુ, સાણંદ માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી અને કેઇન્સ સેમિકોન OSAT પ્લાન્ટ જેવી અનેક ભેટો મળી છે. રેલવે કનેક્ટિવિટી પણ મજબૂત બની છે. કેવડિયા સુધી 8 ટ્રેનો દોડી રહી છે. ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે અને હાલમાં 5 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અમદાવાદ-સુરત મેટ્રો પ્રોજેક્ટ પણ રાજ્યને મળ્યા છે. ગુજરાતે નવીનતા અને વારસા બંને ક્ષેત્રે પ્રગતિ કરી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અને વડનગરનું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના સામુદ્રિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વડાપ્રધાનશ્રીના 12 વર્ષના કાર્યકાળને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના વર્ષો તરીકે ઓળખવામાં આવે છે. તેમના નેતૃત્વમાં ભારતે આત્મવિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. “ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનો સંકલ્પ અમલમાં મૂકાશે,” એવું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ, નવીનતા અને વારસા બંનેને મહત્વ આપીને “વિકસિત ભારત @2047”ના લક્ષ્ય તરફ મજબૂતીથી પગલાં ભર્યા છે. ગુજરાતમાં નવીનતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વારસા પર ભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014થી દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને 26 મે, 2026ના રોજ તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાતે વિકાસ અને નવીનતાનો અનોખો મોડેલ ઉભો કર્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારતે વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણના નવા અધ્યાય લખ્યા છે. “સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ, સબ કા પ્રયાસ”ના મંત્રને અનુસરતાં દેશ “વિકસિત ભારત @2047”ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ગત 12 વર્ષમાં વડાપ્રધાનશ્રીના દૃઢ નેતૃત્વથી ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, નવીનતા, હરિત ઊર્જા, સેમિકન્ડક્ટર ઉત્પાદન, વૈશ્વિક રોકાણ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ગુજરાતના 6 શહેરો સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસિત થયા છે. વડાપ્રધાનશ્રીએ માત્ર 17 દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, જેના કારણે ગુજરાતના કરોડો લોકોને પાણીની સુવિધા મળી છે. ગુજરાતને બુલેટ ટ્રેન, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (જામનગર), રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ, રાજકોટ AIIMS, નવસારી પીએમ મિત્ર પાર્ક, ભરૂચ બલ્ક ડ્રગ પાર્ક, ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એકમ, વડોદરા ટાટા C-295 એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ, ભાવનગર સીએનજી ટર્મિનલ પોર્ટ, દ્વારકા-બેટ દ્વારકા સુદર્શન સેતુ, સાણંદ માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટી અને કેઇન્સ સેમિકોન OSAT પ્લાન્ટ જેવી અનેક ભેટો મળી છે. રેલવે કનેક્ટિવિટી પણ મજબૂત બની છે. કેવડિયા સુધી 8 ટ્રેનો દોડી રહી છે. ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે અને હાલમાં 5 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને અમદાવાદ-સુરત મેટ્રો પ્રોજેક્ટ પણ રાજ્યને મળ્યા છે. ગુજરાતે નવીનતા અને વારસા બંને ક્ષેત્રે પ્રગતિ કરી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અને વડનગરનું આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભારતના સામુદ્રિક વારસાને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વડાપ્રધાનશ્રીના 12 વર્ષના કાર્યકાળને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના વર્ષો તરીકે ઓળખવામાં આવે છે. તેમના નેતૃત્વમાં ભારતે આત્મવિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. “ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનો સંકલ્પ અમલમાં મૂકાશે,” એવું વડાપ્રધાનશ્રીએ જણાવ્યું છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસ, નવીનતા અને વારસા બંનેને મહત્વ આપીને “વિકસિત ભારત @2047”ના લક્ષ્ય તરફ મજબૂતીથી પગલાં ભર્યા છે. Post navigation કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભીડ