નગરપાલિકાની ૪, તાલુકા પંચાયતની ૬ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો હતી બિનહરીફ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી -૨૦૨૬ અંતર્ગત ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૯, તાલુકા પંતાયતની ૭૬, નગરપાલિકાની ૧૮/૬૮ બેઠકોની મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. તાલુકા પંચાયતની ૦૬, નગરપાલિકાની ૪ તથા જિલ્લા પંચાયતની ૩ બેઠકો બિનહરીફ થઈ હોવાથી બાકીની બેઠકોની મતગણતરી થઈ હતી.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લામાં નગરપાલિકા ,તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી માટે ૦૬ કેન્દ્રો પર મતગણતરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

મતગણતરી પ્રક્રિયા સુચારું રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટે જુદા જુદા વિભાગના જિલ્લા કક્ષાના કુલ ૧૩ નોડલ અધિકારીશ્રીઓ સહિત ૬૩૬ મતગણતરી સ્ટાફ અને ૭૭૫ પોલીસ સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી હતી જેમણે ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સુચારૂ રીતે કરાવી હતી.

સમગ્ર પ્રક્રિયાના અંતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *