ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયા પર થયેલા કથિત ફાયરિંગના મામલે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલી તટસ્થ તપાસમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે, AAPના ઉમેદવારે રાજકીય ફાયદો મેળવવા અને સામા પક્ષના લોકોને ખોટા ગુનામાં ફસાવવા માટે પોતે જ પોતાની પર ‘ફેક ફાયરિંગ’નું નાટક રચ્યું હતું.

રાજુ કરપડાની ભવિષ્યવાણી સાચી ઠરી:


નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ AAP છોડનાર કિસાન નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની માનસિકતા વિશે જે ભવિષ્યવાણી કરી હતી, તે આજે અક્ષરશઃ સાચી ઠરી છે. રાજુ કરપડાએ અગાઉ જ ચેતવણી આપી હતી કે સત્તાની ભૂખમાં ‘આપ’ના નેતાઓ કોઈપણ હદે જઈ શકે છે. અજય બાંભણિયાનું આ કૃત્ય સાબિત કરે છે કે AAP હવે ગુજરાતની શાંતિ ડહોળવા માટે લોહિયાળ ખેલ અને ખોટા નાટકોનો સહારો લઈ રહી છે.

ગંદી માનસિકતા અને સત્તાની લાલચ


પોલીસ તપાસ અને CCTV ફૂટેજના આધારે જાણવા મળ્યું છે કે, અજય બાંભણિયાએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગેરકાયદેસર કારતૂસ રાખીને પોલીસને ગેરમાર્ગે દોરવા અને સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરી જનતાની સહાનુભૂતિ જીતવા માટે આ ‘ગંદી માનસિકતા’નો પરિચય આપ્યો છે. પ્રદેશ નેતાઓના કહેવાથી પાર્ટીના રાજકીય સ્વાર્થ માટે કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે

પોલીસ કાર્યવાહી


ઉના પોલીસ, LCB અને SOG ની ટીમોએ ટેકનિકલ પુરાવા અને FSL રિપોર્ટના આધારે અજય ભાણાભાઇ બાંભણિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૨, ૨૧૭, ૨૧૪ તથા આર્મ્સ એક્ટ-૧૯૫૯ની કલમ-૩, ૨૫(૧-એ) મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહ્યો છે, જેમાં અગાઉ પણ હત્યાની કોશિશ અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.

આ ઘટનાએ આમ આદમી પાર્ટીના ‘કટ્ટર ઈમાનદારી’ના મહોરાને ઉતારી દીધું છે. જનતા સમક્ષ હવે સ્પષ્ટ છે કે, AAPના નેતાઓ સત્તા મેળવવા માટે કાયદો હાથમાં લેતા કે ખોટા પુરાવા ઉભા કરતા જરા પણ અચકાતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *