સેમિનારમાં સુરત, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા, વલસાડ તથા ડાંગ મળીને સુરત ઝોનના ૭ જિલ્લાઓનો સમાવેશ દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત ‘હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ના અમલીકરણની શરૂઆત ગુજરાતથી: રાજ્યવ્યાપી પહેલના ઐતિહાસિક પ્રારંભનું ગૌરવ સુરતના શિરે બ્યુરો રિપોર્ટ :- જે બી ટાંક પત્રકાર સુરતસુરત:સોમવાર:* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અલથાણની બ્રોડ વે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’(HPC) અંતર્ગત સુરત, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા, વલસાડ તથા ડાંગ મળીને ૭ જિલ્લાઓ માટે ઝોન કક્ષાનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ચેરમેન શ્રી મુકેશભાઈ પંડ્યા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના ચેરમેનશ્રીએ હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર આધારિત મૂલ્યાંકન પદ્ધતિ છે. જેમાં પરીક્ષામાં પ્રદર્શનની સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિઓ, કૌશલ્ય, જીવન મૂલ્યો, સર્જનાત્મકતા, સંવાદક્ષમતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, સહભાગિતા, નેતૃત્વ, રમતગમત, કલા, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સામાજિક અને ભાવનાત્મક વિકાસ જેવા વિવિધ પાસાઓનું સતત અને વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે છે. જેથી શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો શક્ય બને છે.આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત નિયામકશ્રી બી. એન. રાજગોર દ્વારા હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશો, મૂલ્યાંકન પ્રક્રિયા અને તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા PPT મારફતે ડિજિટલ પ્લેટફોર્મ પરની કામગીરી તથા હોલીસ્ટિક પ્રોગ્રેસ કાર્ડના વિવિધ પાસાઓ અંગે વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અને અંતમાં ઉપસ્થિત અધિકારીઓ સાથે પ્રશ્નોત્તરી તેમજ ચર્ચા-વિચારણા દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020(NEP-2020) અંતર્ગત Holistic Progress Card (HPC)ના અમલીકરણની સમગ્ર દેશમાં સૌપ્રથમ શરૂઆત ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી છે. અને આ રાજ્યવ્યાપી પહેલનો પ્રારંભ સુરત ઝોન હેઠળના સુરત ખાતે યોજાયેલા સેમિનારથી કરાયો હતો.આ પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર, જોઈન્ટ સેક્રેટરી ડૉ. એન.ડી.પટેલ, નવી દિલ્હીના શ્રી પ્રશાંત સિંહ પરખ તથા આંધ્ર પ્રદેશના DGE શ્રીમતી શકુંતલા વટ્ટી, બ્રોડ વે ઇન્ટરનેશનલના ટ્રસ્ટીશ્રી હર્ષદરાય માવાણી, આચાર્ય રચનાબેન દેસાઈ, વિવિધ ઝોનના જિલ્લા શિક્ષણાધિકારીઓ, સુરત ઝોનના તમામ જિલ્લાઓના નોડલ અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. Post navigation Gutenberg Times: #WCUS Schedule, iframed Post Editor, WooCommerce 11.0 and so much more — Weekend Edition 369 દહેજ ખાતે રૂ.૨,૧૫૩ કરોડના ડ્રગ્સનો વિજ્ઞાનસહિત નાશ