સનાતન સંસ્થાઓએ કોપીરાઇટ મુદ્દે વિરોધ જાહેર કર્યો સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ, કિંગ ઓફ સારંગપુર, હનુમાનજી દાદાના પ્રતિકો અને પ્રસાદની મૌલિક સંપત્તિને ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ કરાવવાના સમાચાર સામે રાજ્યકક્ષા શ્રી સમસ્ત ગુજરાત બ્રહમ સમાજ અને સનાતન સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષા અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં. સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ નથી, કોઈ કોર્પોરેટ સંપત્તિ નથી અને કોઈની ખાનગી જાગીર પણ નથી. તે કરોડો હિંદુઓની સામૂહિક આસ્થા, પરંપરા અને ધરોહર છે.” ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ તથા હનુમાનજી દાદાના પ્રતિકો અને પ્રસાદના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ માટે કરાયેલા પગલાં અંગે બ્રહ્મ સમાજ અને અન્ય સનાતન સંસ્થાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આવા નિર્ણયો સનાતન ધર્મના મૂળ તત્વો અને હિંદુઓની સામૂહિક ધાર્મિક પરંપરાના વિરોધી છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “આ પ્રકારના ટ્રેડમાર્ક અને કોપીરાઇટથી કરોડો હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.” તેઓએ વધુમાં ઉમેર્યું કે, સનાતન ધર્મ કોઈ વ્યક્તિગત માલિકી કે ટ્રસ્ટની એકલાધિકાર સંપત્તિ નથી. આ મુદ્દે ટૂંક સમયમાં વિરોધના આગળના કાર્યક્રમો જાહેર કરાશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું, “અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સનાતન સંસ્થાઓ સાથે મળીને આગામી કાર્યક્રમો જાહેર કરીશું.” આ સમગ્ર વિવાદ અંગે ટ્રસ્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી. પરંતુ, બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે, “ભગવાન અને ધાર્મિક પરંપરા પર સમુદાયનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટ કે વ્યક્તિગત સંસ્થાનો નહીં.” આ મુદ્દે આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો અને ચર્ચા યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ સમૂહિક રીતે આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાનો સંકેત આપ્યો છે. સનાતન સંસ્થાઓએ કોપીરાઇટ મુદ્દે વિરોધ જાહેર કર્યો સારંગપુર સ્વામિનારાયણ ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ, કિંગ ઓફ સારંગપુર, હનુમાનજી દાદાના પ્રતિકો અને પ્રસાદની મૌલિક સંપત્તિને ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ કરાવવાના સમાચાર સામે રાજ્યકક્ષા શ્રી સમસ્ત ગુજરાત બ્રહમ સમાજ અને સનાતન સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષા અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં. સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ નથી, કોઈ કોર્પોરેટ સંપત્તિ નથી અને કોઈની ખાનગી જાગીર પણ નથી. તે કરોડો હિંદુઓની સામૂહિક આસ્થા, પરંપરા અને ધરોહર છે.” ટ્રસ્ટ દ્વારા કષ્ટભંજન દેવ તથા હનુમાનજી દાદાના પ્રતિકો અને પ્રસાદના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ માટે કરાયેલા પગલાં અંગે બ્રહ્મ સમાજ અને અન્ય સનાતન સંસ્થાઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આવા નિર્ણયો સનાતન ધર્મના મૂળ તત્વો અને હિંદુઓની સામૂહિક ધાર્મિક પરંપરાના વિરોધી છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, “આ પ્રકારના ટ્રેડમાર્ક અને કોપીરાઇટથી કરોડો હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.” તેઓએ વધુમાં ઉમેર્યું કે, સનાતન ધર્મ કોઈ વ્યક્તિગત માલિકી કે ટ્રસ્ટની એકલાધિકાર સંપત્તિ નથી. આ મુદ્દે ટૂંક સમયમાં વિરોધના આગળના કાર્યક્રમો જાહેર કરાશે તેવી માહિતી પણ આપવામાં આવી છે. બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું, “અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને સનાતન સંસ્થાઓ સાથે મળીને આગામી કાર્યક્રમો જાહેર કરીશું.” આ સમગ્ર વિવાદ અંગે ટ્રસ્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી. પરંતુ, બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ સ્પષ્ટ કર્યું છે કે, “ભગવાન અને ધાર્મિક પરંપરા પર સમુદાયનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટ કે વ્યક્તિગત સંસ્થાનો નહીં.” આ મુદ્દે આગામી દિવસોમાં વધુ વિરોધ કાર્યક્રમો અને ચર્ચા યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓએ સમૂહિક રીતે આ નિર્ણય સામે અવાજ ઉઠાવવાનો સંકેત આપ્યો છે. Post navigation ડો. વલ્લભભાઈ કથીરિયાનો રક્તદાનનો પ્રેરક અનુભવ ગાંધીનગર ખાતે ગંગા સમગ્રના ગંગા સેવિકા આયામનો પ્રાંતિય અભ્યાસ વર્ગ યોજાયો