ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજરોજ માનનીય કમિશનર સાહેબની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં આગામી તા. ૦૧/૦૬/૨૦૨૬ થી તા. ૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવનાર ઘરયાદીની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, ચાર્જ ઓફિસરશ્રીઓ, મદદનીશ ચાર્જ અધિકારીશ્રીઓ અને ફીલ્ડ ટ્રેનરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્વપૂર્ણ કામગીરી માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરી માટે કુલ ૯૨૫ ગણતરીદારો અને ૧૪૪ સુપરવાઈઝરો મળીને કુલ ૧૦૬૯ કર્મચારીઓના ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. આ તમામ સ્ટાફને કામગીરીમાં સજ્જ કરવા માટે તા. ૧૧/૦૫/૨૦૨૬ થી તા. ૨૫/૦૫/૨૦૨૬ દરમિયાન વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ માટે ૧૪ જેટલા ફીલ્ડ ટ્રેનરોની પણ નિમણૂંક કરવામાં આવી છે, જેઓ કર્મચારીઓને ફિલ્ડ વર્કની ઝીણવટભરી વિગતોથી માહિતગાર કરશે. આમ, વસ્તી ગણતરીની કામગીરી સુચારુ રીતે અને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *