વસ્તી ગણતરી અભિયાનમાં નવી સુવિધાઓ અને વિકાસની ચર્ચા

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રસારિત 133મા ‘મન કી બાત’માં દેશની વસ્તી ગણતરી અભિયાનની વિગતો આપી હતી, જેમાં તેમણે ભારતીયોને આ અભિયાન વિશે માહિતગાર રહેવા અનુરોધ કર્યો હતો.

પીએમ મોદીએ જણાવ્યું કે, “આ વખતે વસ્તી ગણતરીનો અનુભવ અલગ રહેશે. સ્વ-ગણતરીની સુવિધાથી લોકો પોતે માહિતી આપી શકે છે.” તેમણે ઉમેર્યું કે, “કર્મચારીના આવવાના 15 દિવસ પહેલા માહિતી ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. માહિતી પૂર્ણ થયા પછી વિશેષ ID મળે છે, જે મોબાઇલ અથવા ઇમેઇલ પર મળે છે. કર્મચારી ઘરે આવે ત્યારે આ ID બતાવી માહિતીની પુષ્ટિ કરી શકાય છે.” પીએમના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ પરિવારોના મકાનોની લિસ્ટિંગ પૂર્ણ થઈ ચૂકી છે.

મન કી બાતના આ એપિસોડમાં પીએમએ બુદ્ધ પૂર્ણિમાની પણ શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું, “ભગવાન બુદ્ધનો સંદેશ આજે પણ એટલો જ મહત્વનો છે. શાંતિ આપણા અંદરથી શરૂ થાય છે અને સ્વયં પર વિજય સૌથી મોટો વિજય છે.”

પર્યાવરણ સંરક્ષણના ઉદાહરણ તરીકે પીએમએ કચ્છના રણમાં આવતા લાખો ફ્લેમિંગોનું ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “દર વર્ષે અહીં લાખો ફ્લેમિંગો આવે છે અને સમગ્ર વિસ્તાર ગુલાબી રંગથી રંગાઈ જાય છે. કચ્છના લોકો તેમને ‘લાખાજીના જાનૈયા’ કહે છે. હવે તેઓ પર્યાવરણ સંરક્ષણના સુંદર પ્રતીક બની ગયા છે.”

પવન ઊર્જા ક્ષેત્રે ભારતની સિદ્ધિ વિશે પીએમએ જણાવ્યું, “હમણાં ભારતની વિન્ડ એનર્જી જનરેશન કેપેસિટી 56 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. છેલ્લા એક વર્ષમાં 6 ગીગાવોટ નવી ક્ષમતા જોડાઈ છે.” ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પવન ઊર્જા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. ખાસ કરીને કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મોટા નવીકરણીય ઊર્જા પાર્ક ઉભા થયા છે, જેનાથી યુવાનોને રોજગાર અને નવી તકો મળી રહી છે.

પીએમએ વાંસ સેક્ટરની પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, “વર્ષ 2017માં કાયદામાં ફેરફાર કરીને વાંસને વૃક્ષની શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હવે સમગ્ર નોર્થઈસ્ટમાં વાંસ સેક્ટર વિકસી રહ્યો છે.”

મન કી બાતના અગાઉના એપિસોડ્સમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યુદ્ધ, ટેકનોલોજી, ભારતીય સંસ્કૃતિ, આરોગ્ય અને રમતગમત વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

અંતે, પીએમ મોદીએ ભારતના વિકાસ માટે સૌર અને પવન ઊર્જાને મહત્વપૂર્ણ ગણાવી, નવી તકનીકો અને નીતિઓથી દેશને આગળ વધારવાનો સંદેશ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *