શ્રી દંઢાવ્ય સત્તાવીસ ઔદિચ્ય સહસ્ત્ર વિદ્યોતેજક મંડળની કારોબારી બેઠક રવિવાર, 5 એપ્રિલ, 2026ના રોજ હોટલ Rustic Rays, કુડાસણ, ગાંધીનગર ખાતે પ્રમુખ ડો. વિનોદભાઈ યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સંસ્થા 1946થી મુંબઈ સરકારમાં નોંધાયેલી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ બ્રાહ્મણ સમાજના દિકરા-દિકરીઓને સ્કોલરશીપ તથા અભ્યાસમાં પ્રોત્સાહન આપવાનો છે.

બેઠકમાં આગામી કાર્યક્રમો માટે ખાસ કરીને વધુ વિધાર્થીઓ સુધી સ્કોલરશીપ પહોંચે તે માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. સભ્યોએ ફંડ એકત્ર કરવાની ભલામણ કરી હતી જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. સંસ્થાએ જાન્યુઆરી 2027ના પ્રથમ સપ્તાહમાં વિધાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ યોજવાની તૈયારી શરૂ કરવાની જાહેરાત કરી.

વિધાર્થીઓને વધુ સ્કોલરશીપ માટે નવી યોજના પર ચર્ચા

કારોબારી બેઠકમાં ઉપપ્રમુખ બંદીશભાઈ પંચોલી, મંત્રી હર્ષદભાઈ વ્યાસ, સંયુક્ત મંત્રી મુકેશભાઈ શુક્લ, સહમંત્રી મુકેશ ત્રિવેદી, સંગઠન મંત્રી રાજેશભાઈ દવે, સહખજાનચી મુકેશ પંચોલી, નરેન્દ્રભાઈ શુક્લ તથા સમગ્ર કારોબારી ટીમ હાજર રહી હતી. સભ્યોએ સંસ્થાના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવા અને વધુ ગામોમાં પ્રચાર-પ્રસાર વધારવા માટે સંગઠન મંત્રી રાજેશભાઈ દવેને 47 ગામમાં જવાબદારી સોંપી છે.

બેઠકના અંતે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી હાર્દિકભાઈ જાની દાતાર તરીકે જોડાયા હતા. તમામ કારોબારી સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, “શ્રી હાર્દિકભાઈ જાની સમાજના દરેક કાર્યમાં સતત આર્થિક યોગદાન આપવા તત્પર રહે છે.”

શ્રી દંઢાવ્ય સત્તાવીસ ઔદિચ્ય સહસ્ત્ર વિદ્યોતેજક મંડળ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તક અને સહાયતા પૂરી પાડવાનું ધ્યેય ધરાવે છે. કારોબારી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર, આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ સુધી સ્કોલરશીપ પહોંચાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને આયોજનથી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન અને સહાયતા મળી રહે તેવા પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *