મણીનગરના વિદ્યાર્થીએ સ્કુલ અને પરિવારનું નામ રોશન કર્યું

સ્ટુડન્ટ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં આયોજિત જીલ્લા લેવલની અંડર 14 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મણીનગર ખાતે રહેતા અને એમ ઈન્ડરનેશનલ સ્કુલના 8મા ધોરણના વિદ્યાર્થી શ્લોક ઉપાધ્યાયે દ્વિતિય સ્થાન મેળવી પોતાની સ્કુલ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

શ્લોક ઉપાધ્યાયે નાનપણથી જ વિવિધ લોકલ ટુર્નામેન્ટોમાં ભાગ લીધો છે અને અનેક વખત પ્રથમ ક્રમે આવીને પોતાની સ્કુલ તથા પરિવારનું નામ રોશન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં પણ તેણે પોતાની પ્રતિભા અને મહેનતથી ઉત્તમ પ્રદર્શન કર્યું.

શ્લોકના દાદા ગોપાલભાઈ ઉપાધ્યાય અને તેના નાના નવિનભાઈ સેવક, જે ભારત રક્ષા મંચના પ્રાંત ઉપાધ્યક્ષ છે, તેમણે સંયુક્ત નિવેદન આપીને પૌત્રની સફળતા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “શ્લોકે સતત મહેનત અને પ્રતિબદ્ધતા દ્વારા આ સફળતા પ્રાપ્ત કરી છે, જે સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે.”

શ્લોક ઉપાધ્યાયે અગાઉ પણ અનેક લોકલ ટુર્નામેન્ટોમાં વિજેતા બનીને પોતાની પ્રતિભાનું પ્રમાણ આપ્યું છે. એમ ઈન્ડરનેશનલ સ્કુલના શિક્ષકમંડળે પણ શ્લોકને શુભેચ્છા પાઠવી હતી.

આ ટુર્નામેન્ટ સ્ટુડન્ટ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ સ્કુલોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં શ્લોકે પોતાની રમતગમતની ક્ષમતા દર્શાવી, આગામી સ્પર્ધાઓ માટે આત્મવિશ્વાસ વધાર્યો છે.

શ્લોકના પરિવારજનો અને સ્કુલના શિક્ષકોએ આશા વ્યક્ત કરી છે કે, આવનારા સમયમાં પણ શ્લોક આવી જ સફળતા પ્રાપ્ત કરતો રહેશે. શ્લોક ઉપાધ્યાયની સફળતા મણીનગર વિસ્તાર તેમજ એમ ઈન્ડરનેશનલ સ્કુલ માટે પણ પ્રેરણાદાયી બની છે.

આ તાજેતરની સફળતા અંગે શ્લોકના દાદા અને નાના દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, પરિવારના તમામ સભ્યોમાં ખુશીની લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *